ગ્રુપ ફોટો
તારીખ 27 ડિસેમ્બર 2024 ના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના પ્રથમ વર્ષમાં વિધાર્થી દ્વારા દક્ષિણામૂર્તિ બાલમંદિર ખાતે મુલાકાત કરવામાં આવી હતી .
અહી સમૂહ ગીત અને અભિનય ગીતો શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં બાળકો ઉત્સાહથી ઝીલતા હતાં સાથે સાથે.
ઇતિહાસ :
104 વર્ષ પૂર્ણ કર્યા દક્ષિણામૂર્તિ બાલમંદિરે ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર આવેલી દક્ષિણા મૂર્તિ બાલમંદિરની સ્થાપના 1916 માં કસ્તુરબા ગાંધીના હસ્તે કરવામાં આવી હતી. જોકે બાળકો માટેના ટેકરી ઉપર શિક્ષણની શરૂઆત નાનાભાઈ ભટ્ટ દ્વારા કરાઈ હતી. જેમાં 1916 માં ગિજુભાઈ બધેકા ખાસ જોડાયા હતા અને ત્યારબાદ 1920માં દક્ષિણા મૂર્તિ બાલમંદિર અસ્તિત્વમાં આવ્યું હતું. 20 વર્ષની ગિજુભાઈ બધેકાએ માંના ખોળામાં હસતા ખેલતા બાળકોને પોતાની કેળવણીથી પોતાના ખોળામાં લઈને પંચમહાભૂત નું જ્ઞાન આપ્યું હતું. ગિજુભાઈ બધેકા પ્રવૃત્તિ શિક્ષણની પદ્ધતિ સમગ્ર રાષ્ટ્રને આપી હતી. એક જુલાઈ 1 ઓગસ્ટ 1920માં દક્ષિણા મૂર્તિ બાલમંદિર નો પાયો લખાણો હતો. આમ ગિજુભાઈ બધેકાના સ્થાપિત દક્ષિણા મૂર્તિ બાલ મંદિર 104 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે તે પ્રસંગે ઉજવણી પણ કરવામાં આવી હતી.
દક્ષિણા મૂર્તિ બાલમંદિરને મંદિર નામ એટલે લાગ્યું કે ગિજુભાઈ બાળકોને ભગવાન સમાન સમજતા હતા. આથી પાછળ મંદિર લાગ્યું છે. બાળકોને શિક્ષણ પ્રદર્શન, આયોજન અને 500 જેટલી પ્રવૃત્તિઓ આપીને સૂક્ષ્મ સ્નાયુ કેળવાય તે રીતે રમતા રમતા આકારો, ભાષાઓ અને સંખ્યા સમજાવવામાં આવે છે. અભિનય દ્વારા વાતચીત દ્વારા અને પ્રવૃત્તિ દ્વારા પરિચયની સમજણ આપવામાં આવે છે.બાળકનો સ્વતંત્ર વિકાસ દેવ સ્વરૂપે સમજી રંગ,આકાર,પ્રમાણ, ભાષા અને ગણિત જેવા પંચમહા ભૂતોના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે"--
દક્ષિણામૂર્તિ બાલમંદિર ત્રણ વિભાગમાં બાળકોને વહેચાયેલા
1. નાની બકુલ
2. મોટી બકુલ
3. પારિજાતક
4. ગુલાબ
ગાણિતિક પ્રવૃત્તિ
અક્ષર જ્ઞાન
ચિત્ર પ્રવૃત્તિ
વિવિધ મસાલાની ઓળખ
સમૂહ ગીત
અંકોનું TLM
અહી બાળકોનો સર્વાંગી વિકાસ થતો જોવા મળે છે, બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે
વિવિધ ભાષાકીય જ્ઞાન પ્રવૃત્તિ દ્વારા આપવામાં આવે છે
ગાણિતિક જ્ઞાન અને ચિત્ર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે
બાળકો દ્વારા વાર્તા કહેવામાં આવે છે અને વિવિધ મસાલાની ઓળખ આપવામાં આવે છે વિવિધ કઠોળની માહિતી આપવામાં આવી હતી
અહી બાળકોનો ઉત્સાહ તેમની સરળતા અને બાળપણ એમની આંખોમાં છલકતું જૉવા મળતું હતું
બાળકોને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ પ્રથમ વિશ્વને ગિજુભાઈ બધેકાએ આપ્યું હતું. માતાઓ પાસેથી બાળકોને રમાડતા રમાડતા ગિજુભાઈ બાળકોને પોતાના ખોળામાં લઈ લેતા હતા. બાદમાં તેઓ રંગ,આકાર,પ્રમાણ,ભાષા અને ગણિત જેવા પંચ મહાભૂત શીખવતા હતા.બાળકને હસાવતા હસાવત અને રમતમાં શિક્ષણ આપી કેળવણી કરતા લોકોએ તેમનું નામ મુછાળી માઁ ઉપનામ આપ્યું હતું. 20 વર્ષ સુધી ગુજુભાઈ બધેકાએ પ્રવૃત્તિ શિક્ષણ પદ્ધતિને ચાલુ રાખી અને આવતા જતા દરેક શિક્ષકોને પણ તેનું જ્ઞાન આપતા ગયા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી પ્રવૃતિ શિક્ષણ આજે પણ 104 વર્ષ પછી ગિજુભાઈ બધેકાના દક્ષિણા મૂર્તિ બાલમંદિરમાં આપવામાં આવે છે. આ બાલમંદિર માંથી અનેક વૈજ્ઞાનિકો પ્રોફેસરો ડોક્ટરો બનીને વિદ્યાર્થીઓ નીકળ્યા છે. 50,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ દક્ષિણા મૂર્તિમાં શિક્ષણ મેળવ્યું છે.
No comments:
Post a Comment